Vadodara : ડભોઇમાં ઠેર ઠેર ગંદકી જોઈ CMલાલઘૂમ : અધિકારીઓનો ઉધડો લીધો

📅 Published: September 30, 2026 | 📂 Category: Baroda

17

મુખ્યમંત્રી આજે સાંજે નર્મદા ડેમ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતાં. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી મુખ્ય માર્ગ તેમજ ડભોઇના નાદોદી ભાગોળ સ્થિત દશામાના મંદિર પાસેના વિસ્તારની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ઐતિહાસિક દર્ભાવતી નગરી (ડભોઇ) હાલ જાણે ગંદકીથી ખદબદતું શહેર બની ગયું હોય તેવી સ્થિતિ નજરે પડતાં મુખ્યમંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું મુખ્યમંત્રીએ તાત્કાલિક રિજનલ કમિશનર ઓફ્ મ્યુનિસિપાલિટીઝ (RCM)સહિત વહીવટી તંત્રને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં કચરાના ઢગલા જોઈ મુખ્યમંત્રીએ RCM તેમજનગરપાલિકાના તમામ ખાતાના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને જાહેરમાં સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા. ડભોઇ નગરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ઉભરાતી ગટરોને કારણે સ્થાનિક નાગરિકો છેલ્લા ઘણા સમયથી ત્રસ્ત હતા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ગંદકીની ગંભીર નોંધ લઈને અધિકારીઓને આડે હાથ લીધા છે, ત્યારે ડભોઇ નગરપાલિકાનું નિંભર તંત્ર સફાળું જાગશે કે કેમ અને શહેર ખરેખર સ્વચ્છ બનશે કે નહીં તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *