Vadodara : ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવનું ભૂમિપૂજન

📅 Published: September 22, 2026 | 📂 Category: Baroda

ડભોઇ APMC ગ્રાઉન્ડ ખાતેમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2026ના 9માં વર્ષમાં મંગલ પ્રવેશ પૂર્વે ભાદરવાસુદ દશમને સોમવારે 21-9-26ના રોજ ધારાસંભ્ય શૈલેષ મહેતા દ્વારા વિધિવત ભૂમિપૂજન કરાયું હતું.

ડભોઇના ગરબા મહોત્સવની આગવી ઓળખ બની ગયેલી નો તિલક, નો એન્ટ્રીની પ્રથા આ વર્ષે પણ યથાવત રાખી છે. ગરબા મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પ્રાધાન્ય આપતા ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં જ પ્રવેશ અપાશે. નવરાત્રી દરમિયાન જાણીતા મૂળ ડભોઇના વતની હાર્દિક શાહના મધુર કંઠે ગરબાની રમઝટ જામશે. ખેલૈયાઓ માટે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જોકે ટ્રેડિશનલ ડ્રેસ કોડનું પાલન ફરજિયાત રહેશે. ગરબા મહોત્સવ માટે APMCગ્રાઉન્ડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દેવાઇ છે. ગરબા આયોજકો દ્વારા મેદાન,બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ તૈયારીનો શુભારંભ કરાયો છે. ભૂમિપૂજનમાં ગરબાના ધ્રુમિલ મહેતા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન ભાવેશ પટેલ, પૂર્વ પ્રમુખ બીરેન શાહ, નરેન્દ્રસિંહ અટોદરિયા, મહેશ પટેલ (દાજી) સહિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો તેમજ નગરપાલિકાના ભાજપ કોર્પોરેટરો સહિત આયોજકો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *