Vadodara : દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે સર્વ પિતૃઋણ મુક્તિ માટે ધસારો

📅 Published: October 6, 2026 | 📂 Category: Baroda

21

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે સર્વ પિતૃ મોક્ષ માટેનું ગુજરાતનું એકમાત્ર ઉત્તમ અને પૌરાણિક તીર્થ એટલે દક્ષિણ પ્રયાગ ચાંદોદ પિતૃઓના ઋણમાંથી મુક્તિ માટે ભારતભરના શ્રદ્ધાળુની નજર ચાંદોદ તરફ્ આ વર્ષે તિથિક્ષયને કારણે 16 દિવસના શ્રાદ્ધ માત્ર 15 દિવસમાં જ પૂર્ણ થશે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પિતૃઓને દેવતુલ્ય માન્યા છે. ભાદરવા સુદ પૂર્ણિમાથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરવાનો સૌથી પવિત્ર સમય ગણાય છે. ત્યારે સર્વ પિતૃ મોક્ષ માટે ગુજરાતનું એકમાત્ર અને સૌથી ઉત્તમ પૌરાણિક તીર્થ એટલે વડોદરા જિલ્લાનું દક્ષિણ પ્રયાગ ચાંદોદ ફરી એકવાર ભાવિકોથી ઉભરાઈ રહ્યું છે ભાદરવા સુદ પૂર્ણિમા તા.26 સપ્ટેમ્બર શનિવારથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે, જે ભાદરવા વદ સર્વ પિતૃ અમાસ તા.10 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. આ 15 દિવસો દરમિયાન પૂર્વજોનું સ્મરણ, તર્પણ અને પિંડદાન કરવાનું અનેરું મહાત્મ્ય છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે, નર્મદા, ઓરસંગ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર વસેલું ચાંદોદ તીર્થ દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાય છે. અહીં પવિત્ર નર્મદા સ્નાન કરીને તીર્થગોર પાસે શ્રાદ્ધ વિધિ, પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે. અને તેઓ સંતૃપ્ત થઈ પરિવારને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. એવી અતૂટ શ્રદ્ધા છે. શ્રાદ્ધના દિવસોમાં અહીં કરેલું એક તર્પણ પણ પિતૃઓને મોક્ષ અપાવે છે. શ્રાદ્ધ પક્ષના દિવસોના પ્રારંભ સાથે જ ચાંદોદ તીર્થમાં ભારે ભીડ જોવા મળે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પોતાના તીર્થગોરોને ત્યાં પધારી, પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ પિતૃઓના મોક્ષના કરી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *