Vadodara : દામણિયાઆંબા પ્રાથ. શાળાનાં 49મા સ્થાપના દિનની ઉજવણી

📅 Published: October 1, 2026 | 📂 Category: Baroda

નસવાડી તાલુકાની દામણીયાઆંબા પ્રાથમિક શાળાનો 49મો સ્થાપના દિન 1 ઓક્ટોબરે ઉજવાયો હતો.

સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શાળામાં વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરતાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કૃતિે રજૂ કરી પ્રશંસા મેળવી હતી.

જે પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈ, નસવાડી,SMCઅધ્યક્ષ પાર્વતીબેન, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી કિશનભાઈ, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન પ્રવિણસિંહ, જીતેન્દ્રભાઈ, પૂર્વ શિક્ષક જેસીંગભાઈ, પૂર્વ તાલુકા પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી અમૃત ચૌધરી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના સ્થાપના દિનની ઉજવણીને વધુ યાદગાર બનાવતા BRCભવન, નસવાડીના સ્ટાફ્ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક પ્રગતિ, વિવિધ પ્રવૃત્તિ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરાતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *