Vadodara : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દંડ વસૂલવામાં સુપરફાસ્ટ, સુવિધામાં ધાંધલશાહી !

📅 Published: September 29, 2026 | 📂 Category: Baroda

08

દિલ્હીથી મુંબઈ સુધી કલાકોનો સમય બચાવવા અને વિશ્વસ્તરિય માર્ગ સુવિધા આપતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું ગુજરાતમાં 85% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ એક્સપ્રેસવે પર મુસાફરી શરૂ કરનાર વાહન ચાલકો સામે આજે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, રસ્તો ક્યાં સુધી સીધો મળશે અને ક્યાંથી ફરી જૂના હાઈવે પર ઊતરવું પડશે કારણકે એક્સપ્રેસ-વે પર રસ્તો તો બની ગયો છે, પરંતુ સળંગ સફર મળતી નથી. ક્યાંક રોડ તૈયાર છે અને વાહનો દોડી રહ્યાં છે, તો ક્યાંક હજુ પુલ અને ઇન્ટરચેન્જ બની રહ્યાં છે. આ સ્થિતિમાં વાહનચાલકો એક્સપ્રેસ-વે પર સુવિધા કરતાં અસુવિધાનો વધુ સામનો કરી રહ્યાં છે.

અમદાવાદ, વડોદરા અને સુરતને જોડતા જૂના નેશનલ હાઈવે-48 પરથી ટ્રાફ્કિનું ભારણ ઘટાડવા NHAI એ આઠ લેનનો આ હાઈસ્પીડ કૉરિડૉર (NE-4) ઉતાવળે ખૂલ્લો તો મૂકી દીધો, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ચિંતાજનક છે. નવા હાઈવે પર 120 કિમી પ્રતિ કલાકની ગતિ માટે નિર્ધારિત આ રોડ પર અસમાન રોડ લેયરિંગ અને ઍક્સ્પાન્શન જોઈન્ટ્સના કારણે વાહનોમાં સતત આંચકા અનુભવાય છે. લાંબી મુસાફરી કરતા દર્દીઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આ સફર કમરના દુઃખાવાનું કારણ બની રહી છે, સાથે જ હાઈસ્પીડે વાહનનું સ્ટિયરિંગ અનિયંત્રિત થવાનો ભય રહે છે. બીજી મોટી ખામી વે-સાઈડ એમિનિટીઝનો સંપૂર્ણ અભાવ છે. કાગળ પર દર 40થી 50 કિમીએ રેસ્ટ એરિયા, ફૂડ પ્લાઝા, શૌચાલય અને પેટ્રોલ પંપની જાહેરાતો કરાઈ પણ વાસ્તવિકતા એ છે કે, વડોદરાથી ભરૂચ અને સુરત થઈ નવસારી સુધી મોટા ભાગની સુવિધાઓ બંધ હાલતમાં છે. આ પટ્ટે ઈંધણ ખૂટે કે કુદરતી હાજતે જવું હોય તો વાહન ચાલકે ઇન્ટરચેન્જથી ઍક્ઝિટ લઈ, ટોલ ચૂકવીને ગ્રામ્ય વિસ્તારોમાં ભટકવું પડે છે. ઉલ્લેખનિય છે કે, આ એક્સપ્રેસ-વે પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાલકો માટે ચાજિંગ સ્ટેશન ન હોવાથી સ્થિતિ વધુ વિકટ બને છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *