Vadodara: દિવાળી પૂર્વે ST ડેપો પર મુસાફરોનો મહાસાગર; 100 એક્સ્ટ્રા બસો છતાં દાહોદ-પંચમહાલ રૂટ હાઉસફુલ

📅 Published: November 6, 2026 | 📂 Category: Baroda

પ્રકાશના મહાપર્વ દિવાળીની ઉજવણીને આડે હવે માત્ર 48 કલાકનો જ સમય બાકી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં રોજગારી અર્થે રહેતા પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના શ્રમિકો તેમજ નોકરિયાતો વતન જવા માટે મોટી સંખ્યામાં નીકળી પડ્યા છે. વડોદરા સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ ખાતે વહેલી સવારથી જ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે વડોદરા એસટી વિભાગ દ્વારા ખાસ 100 જેટલી વધારાની (એક્સ્ટ્રા) બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આમ છતાં પંચમહાલ, દાહોદ, ઝાલોદ અને લીમખેડા તરફ જતી તમામ બસો સંપૂર્ણપણે ‘હાઉસફુલ’ થઈને દોડી રહી છે, જેના કારણે હજારો મુસાફરો કલાકો સુધી પ્લેટફોર્મ પર બસની રાહ જોતા અટવાઈ પડ્યા છે.

દાહોદ-પંચમહાલ તરફ સૌથી વધુ ધસારો: પગ મૂકવાની જગ્યા નથી

દિવાળી અને બેસતા વર્ષના તહેવારો વતનમાં ઉજવવા માટે દાહોદ, ઝાલોદ, લીમખેડા, છોટાઉદેપુર અને ગોધરા તરફ જતા શ્રમિક પરિવારોની સંખ્યા સૌથી વધુ છે. આ રૂટની તમામ નિયમિત અને એક્સ્ટ્રા બસો પેક થઈ ગઈ છે.મુસાફરોની મુખ્ય ફરિયાદ એ છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરત તરફથી ઉપડીને વડોદરા થઈ પંચમહાલ જતી બસો ત્યાંથી જ ખીચોખીચ ભરાઈને આવે છે. પરિણામે વડોદરા ડેપો પર બસ ઊભી રહે ત્યારે સ્થાનિક મુસાફરોને ચડવાની પણ જગ્યા મળતી નથી. વહેલી સવારે પાંચ વાગ્યાથી મહિલાઓ, નાના બાળકો અને માલસામાન સાથે પરિવારો પ્લેટફોર્મ પર બેસીને બસ ક્યારે આવે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

 ‘ડેપો નહીં, જિલ્લા પ્રમાણે એક્સ્ટ્રા બસો દોડાવો’

ડેપો પર અટવાયેલા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, માત્ર વડોદરા ડેપોના આધારે નહીં પરંતુ જે-તે જિલ્લાના રૂટ અને મુસાફરોની વાસ્તવિક સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની પોઈન્ટ-ટુ-પોઈન્ટ બસો મૂકવી જોઈએ.એસટી નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ, દિવાળી અને ભાઈબીજના તહેવારો દરમિયાન મુસાફરોને વતને પહોંચાડવા અને પરત લાવવા માટે નવેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી આ 100 એક્સ્ટ્રા બસોનું રાઉન્ડ ધ ક્લોક સંચાલન ચાલુ રાખવામાં આવશે.મુસાફરોની માંગ છે કે દાહોદ અને પંચમહાલ માટે વડોદરાથી સીધી ઉપડતી ખાસ લોકલ બસોની ફ્રિક્વન્સી હજુ પણ વધારવામાં આવે જેથી ભીડનું ભારણ ઘટી શકે.

આ પણ વાંચો: Amreli: ધારીના દેવળા ગામે બાળકીને નિશાન બનાવનાર દીપડો વન વિભાગના પાંજરામાં ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *