Vadodara: નકલી PI બની ડિજિટલ અરેસ્ટના નામે રૂ. 2.40 કરોડની ઠગાઈ કરનાર બ્રિજેશ પટેલ ઝડપાયો

📅 Published: November 16, 2026 | 📂 Category: Crime

વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં કુખ્યાત આરોપી બ્રિજેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાસદ ટોલનાકા પાસેથી તેની ધરપકડ કરી હતી. આરોપી ચાર ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. પ્રાથમિક વિગતો મુજબ, તેણે વડોદરાના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત કચ્છમાં પણ ઠગાઈ આચરી હતી.

નકલી પીઆઈ બની વીડિયો કોલ કરતો

આરોપી બ્રિજેશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ ધારણ કરીને લોકોને વીડિયો કોલ કરતો હતો. કોલ દરમિયાન તે લોકોને મની લોન્ડરિંગ, સીબીઆઈ અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટના નામે નાગરિકો પાસેથી મોટી રકમ પડાવતો હતો.

ચાર પોલીસ સ્ટેશનના ફરિયાદીઓ સાથે ઠગાઈ

આરોપીએ વડોદરાના અકોટા અને પાણીગેટ ઉપરાંત કચ્છના આદિપુર તથા ગાંધીધામ વિસ્તારમાં પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદો મુજબ, અંદાજે રૂ. 2.40 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી.

પરિચિતો અને કંપનીના નામે બેંક ખાતાં

ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવા માટે આરોપીએ પરિચિત વ્યક્તિઓ અને કંપનીઓનાં નામે અલગ-અલગ બેંક ખાતાં ખોલાવ્યાં હતાં. આ ખાતાંનો ઉપયોગ છેતરપિંડીની રકમ મેળવવા માટે કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.

વધુ તપાસ માટે અકોટા પોલીસને સોંપ્યો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બ્રિજેશ પટેલને વાસદ ટોલનાકા પાસેથી ઝડપી લીધા બાદ વધુ તપાસ માટે અકોટા પોલીસને સોંપ્યો છે. હવે પોલીસ તેની સાથે સંકળાયેલા અન્ય લોકો, બેંક ખાતાં અને ઠગાઈની રકમ અંગે વધુ તપાસ હાથ ધરશે. 

આ પણ વાંચો :   Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *