Vadodara : પાદરામાં અંબાજી મંદિર તળાવ-ભારતમાતા ચોક ખાતે વિસર્જન

📅 Published: September 25, 2026 | 📂 Category: Baroda

16

પાદરામાં અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણેશોત્સવનું વિધિવત સમાપન થયું હતું. નગર તથા તાલુકામાં વિવિધ સ્થળોએ સ્થાપિત કરેલ 1500થી વધુ શ્રીજીની પ્રતિમાનું પૂજા-અર્ચના, આરતી અને ધાર્મિક વિધિ બાદ અંબાજી મંદિર તળાવ-ભારતમાતા ચોક તથા મહીસાગર નદી ખાતે ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું હતું. 12 દિવસ બાપાની સેવા-પૂજા કર્યા બાદ ભક્તોએ અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી.

પાદરામાં વિવિધ ગણેશ મંડળો, આયોજકો અને ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન પૂજા, અર્ચના, આરતી, હવન, અન્નકૂટ, સત્યનારાયણ કથા, ધૂન તથા મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિવિધ મંડળો દ્વારા ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભક્તો અને મંડળના સભ્યો મન મૂકીને ઝૂમી ઉઠયા હતા. પાદરાના અંબાજી મંદિર તળાવ-ભારતમાતા ચોક ખાતે સવારથી જ ગણેશ વિસર્જનનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ વૈકુંઠધામ સોસાયટીની નાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. ત્યારબાદ વિવિધ મંડળો દ્વારા વિધિવત વિસર્જન કરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાદરા પી.આઈ. પ્રતિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ ઉપરાંત SRP,હોમગાર્ડ તથાGRDના જવાનો તૈનાત રહ્યા હતા.

શુક્રવારે ગણપતિ બાપાની વિસર્જનયાત્રાામાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ શ્રીજીની શોભાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત પાદરા નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, કા.ચેરમેન સંતોષ પટેલ, સદસ્ય બ્રિજેશ પટેલ, નરેશ અગ્રવાલ સહિત ઉદ્યોગપતિ હિતેશ પટેલ, આશિષ પટેલ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ પણ વિસર્જન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *