Vadodara : પાદરા નગરમાં ગણેશ મહોત્સવમાં શ્રદ્ધાળુઓ દ્વારા વેશભૂષા સ્પર્ધા યોજાઈ

📅 Published: September 24, 2026 | 📂 Category: Baroda

પાદરા

પાદરા શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગણેશ ચોક યંગસ્ટર દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના અંતર્ગત તા.23મીએ સાંજે વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો. જે સમગ્ર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગણેશ ચોક યંગસ્ટર દ્વારા આયોજિત આ વેશભૂષા સ્પર્ધામાં પાદરાના સ્થાનિક રહીશોએ સહપરિવાર ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના ભૂલકાઓથી લઈને વડીલો, માતાઓ અને દીકરીઓએ ભારતીય સંસ્કૃતિ તેમજ પરંપરાને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ રજૂ કરતી આકર્ષક વેશભૂષા ધારણ કરી હતી. અવનવા પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને તમામ સ્પર્ધકો ગણેશજીના સાનિધ્યમાં ગરબે ઘૂમ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહસભર બની ગયું હતું. કાર્યક્રમને વધુ રોચક બનાવવા માટે આયોજકો દ્વારા વિવિધ વયજૂથ અને કેટેગરી પ્રમાણે પ્રોત્સાહક ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી. વેશભૂષા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકો, યુવાનો અને વડીલો સહિતના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય આયોજન બદલ નગરજનોએ ગણેશ ચોક યંગસ્ટર મંડળના સભ્યોની સરાહના કરી હતી. આ કાર્યક્રમે ગણેશ મહોત્સવની ભક્તિ આરાધના સાથે ભારતીય સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય રજૂ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *