Vadodara : પાનેરી કંપની સામેના રોડ પરથી પસાર થતો દીપડો CCTV માં કેદ

📅 Published: October 14, 2026 | 📂 Category: Baroda

ડભોઈ તાલુકાના નડા અને મોટા હબીપુરા ગામને જોડતા માર્ગ પર દીપડાની હાજરી સામે આવતાં સ્થાનિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. આ માર્ગ પર આવેલી પાનેરી કંપનીના CCTV કેમેરામાં દીપડો કેદ થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કંપનીની સામે દીપડો રોડ ક્રોસ કરતો નજરે પડતો હોવાનું જાણવા મળ્યું છે. ડભોઈ તાલુકાના નડા અને મોટા હબીપુરા ગામને જોડતા માર્ગ પર આવેલી કંપનીના CCTV કેમેરામાં રોડ પરથી પસાર થઈ રહેલો દીપડો કેદથયો છે. જેનો વીડિયો વાયરલ થતાં પાનેરી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે નડા-મોટા હબીપુરા માર્ગ પરથી અવરજવર કરતા લોકો તેમજ ખેતરોમાં જતા ખેડૂતોમાં દીપડાની હાજરીને લઈને ફ્ફ્ડાટ ફેલાયો છે. આ માર્ગ પર રાત્રિના સમયે અવરજવર કરતા ખેડૂતો અને સ્થાનિક લોકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દીપડાની હાજરીને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા તાત્કાલિક સ્થળની તપાસ કરવામાં આવે અને જરૂરી તકેદારીનાં પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોએ વનવિભાગને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા, દીપડાની હિલચાલ પર નજર રાખવા તેમજ જરૂરી જણાય તો નિયમ મુજબ પાંજરું ગોઠવી દીપડાને સુરક્ષિત રીતે પકડવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *