Vadodara : પાવીજેતપુરના ભેંસાવહી-અંબાડી રોડ પર મોડી રાત્રે દીપડો દેખાતાં ફફડાટ

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીથી અંબાડી તરફ્ જતા માર્ગ પર મોડી રાત્રે અચાનક દીપડો ચડી આવતાં વાહનચાલકો તેમજ સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે એક કારચાલક ભેંસાવહી-અંબાડી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તાની સાઈડમાં આવેલા ઝાડી-ઝાંખરામાંથી અચાનક એક દીપડો રોડ ઓળંગતો નજરે પડયો હતો. કારની હેડલાઈટના અજવાળામાં દીપડો બિન્દાસ્તપણે રોડ ક્રોસ કરીને સામે તરફ્ જંગલ/ઝાડીઓમાં જતો જોવા મળ્યો હતો. કારમાં સવાર મુસાફરોએ દીપડાની આ હિલચાલનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિસ્તારમાં અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળતી હોવા છતાં, મુખ્ય રસ્તા પર જ દીપડો દેખાતાં રાત્રિ દરમિયાન અવરજવર કરતા વાહનચાલકો અને આસપાસના ખેતરોમાં જતા ખેડૂતોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ જરૂર જણાયે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *