Vadodara : પિતૃ મોક્ષ માટે ગુજરાતનું એકમાત્ર તીર્થ એટલે દક્ષિણ પ્રયાગ ચાંદોદ

📅 Published: September 25, 2026 | 📂 Category: Baroda

19

હિન્દુ ધર્મ શાસ્ત્ર્રોમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવ્યા છે. ભાદરવા સુદ પૂર્ણિમાથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરવાનો સૌથી પવિત્ર સમય ગણાય છે. ત્યારે સર્વ પિતૃ મોક્ષ માટે ગુજરાતનું એકમાત્ર અને સૌથી ઉત્તમ પૌરાણિક તીર્થ એટલે વડોદરા જિલ્લાનું દક્ષિણ પ્રયાગ ચાંદોદ ફરી એકવાર ભાવિકોથી ઉભરાશે.

આ વર્ષે ભાદરવા સુદ પૂર્ણિમા તા. 26 સપ્ટેમ્બર શનિવારથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે ભાદરવા વદ સર્વ પિતૃ અમાસ તા. 10 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. આ 15 દિવસો દરમિયાન પૂર્વજોનું સ્મરણ, તર્પણ અને પિંડદાન કરવાનું અનેરું મહાત્મ્ય છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે, નર્મદા, ઓરસંગ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર વસેલું ચાંદોદ તીર્થ દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાય છે. અહીં પવિત્ર નર્મદા સ્નાન કરીને તીર્થગોર પાસે શ્રાદ્ધ વિધિ, પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે અને તેઓ સંતૃપ્ત થઈ પરિવારને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે, એવી અતૂટ શ્રાદ્ધા છે. શ્રાદ્ધના દિવસોમાં અહીં કરવામાં આવેલું એક તર્પણ પણ પિતૃઓને મોક્ષ અપાવે છે. શ્રાદ્ધ પક્ષના દિવસોના પ્રારંભ સાથે જ ચાંદોદ તીર્થમાં ભારે ભીડ જોવા મળશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પોતાના તીર્થગોરોને ત્યાં પધારી, પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ પિતૃઓના મોક્ષની કામના કરશે. સ્થાનિક તીર્થ પુરોહિતોના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં પિતૃઓ પૃથ્વીલોક પર પોતાના પરિવારના તર્પણની અપેક્ષાએ આવે છે. તેમના નિમિત્તે કરેલું દાન-પુણ્ય અને શ્રાદ્ધ વિધિ પરિવારમાંથી પિતૃદોષ દૂર કરે છે. એકંદરે, પિતૃઓની સંતૃપ્તિ અને સદગતિ માટે આ શ્રાદ્ધ પક્ષના 15 દિવસોદરમિયાન દક્ષિણ પ્રયાગ ચાંદોદ તીર્થમાં અનેરો ધાર્મિક માહોલ જોવા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *