Vadodara: પીએમ મોદીના કાર્યક્રમનું રજિસ્ટ્રેશન 1 કલાકમાં ફુલ, 36 હજારથી વધુ લોકો વેટિંગમાં

📅 Published: September 6, 2026 | 📂 Category: Baroda

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈને સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે. પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે સવારે સાડા દસ વાગ્યે (10:30 AM) ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. પોર્ટલ ખુલતાની સાથે જ લોકો અને ખાસ કરીને યુવાનોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને જોતજોતામાં માત્ર એક જ કલાકના સમયગાળામાં તમામ સીટોનું બુકિંગ ફુલ થઈ ગયું હતું.

વડોદરામાં પીએમ મોદીનો જબરદસ્ત ક્રેઝ

યુવાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને તેમને આવકારવા માટે અદ્ભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે તમામ એન્ટ્રી પાસ અને સીટો મિનિટોમાં જ બુક થઈ ગઈ હતી.ઓનલાઈન રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયા બાદ પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. સત્તાવાર ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ પણ આશરે 36 હજાર જેટલા લોકો આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઓનલાઈન પોર્ટલ અને અન્ય માધ્યમો દ્વારા ઈચ્છા દર્શાવી રહ્યા છે.

36 હજારથી વધુ લોકો હજુ પણ કાર્યક્રમમાં આવવા માટે આતુર

રજિસ્ટ્રેશન પ્રક્રિયા રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ મૂકીને વડોદરાવાસીઓ અને યુવાનોના આ અદ્ભુત પ્રતિસાદ તથા ઉત્સાહને બિરદાવ્યો હતો. રજિસ્ટ્રેશનના આ ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીના સ્વાગત માટે વડોદરા શહેર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે અને કાર્યક્રમના સ્થળે સુરક્ષા તથા વ્યવસ્થા પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: Crime News : પૂર્વ કચ્છ SOGનો મોટો સપાટો, કોલેજ પાસેથી રૂ.11.98 લાખના ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *