Vadodara: પોરની શાળા રગ્બી રમતની સ્પર્ધામાં વિજેતા થતાં સ્ટેટ લેવલે પસંદગી પામી

📅 Published: August 15, 2026 | 📂 Category: Baroda

શહેર નજીક પોર સ્થિત શ્રી સી.સી.પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતેSGFI ( SCHOOL GAMES FEDERATION OF INDIA ) દ્વારા 70મી શાળા કક્ષાના રમતોત્સવ અંતર્ગત રગ્બી રમતની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સ્પર્ધામાં અલગ – અલગ વયજૂથની કુલ 15 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો પ્રારંભ શાળાના ટ્રસ્ટીઓ ભાવેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ તથા અશોકભાઈ પટેલ, શાળાના આચાર્ય હેતલબેન પટેલ તથા કોચના હસ્તે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટોસ ઉછાળીને રગ્બી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં શ્રી સી.સી.પટેલ ગ્લોબલ સ્કૂલની રગ્બી ટીમે નોંધપાત્ર રમતનું પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. તેઓની સ્ટેટ લેવલ માટે પસંદગી થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *