Vadodara: પોર સ્થિત સી.સી. પટેલ ગ્લોબલ સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

📅 Published: August 20, 2026 | 📂 Category: Baroda

વડોદરા : વડોદરા નજીકના પોર સ્થિત શ્રી સી.સી. પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે તા.15 ઓગસ્ટે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે સિનિયર એડવોકેટ ગીતા પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્ય રજૂ કરાયા હતા. વિદ્યાર્થીઓએ નૃત્ય તથા દેશભક્તિ ગીતો દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. મુખ્ય અતિથિ તથા શાળાના ટ્રસ્ટીએ શિક્ષણનું મહત્વ, સ્વાનુશાસન, સદાચાર, માનવતા અને પરિવાર પ્રત્યેના પ્રેમ જેવા મૂલ્યો જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *