Vadodara : બાકરોલથી હનુમાનપુરા સુધી ડામર રોડનું રી-સર્ફેસિંગ કરાશે

📅 Published: October 25, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લા પંચાયત હસ્તક માર્ગ મકાન વિભાગ દ્વારા વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામથી હનુમાનપુરા ગામ સુધીના 1 કિ.મી લંબાઈ ધરાવતા ડામર રોડના રિ-સર્ફેસિંગ કામનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ 1 કિમી માર્ગના નવીનીકરણ પાછળ આશરે રૂા.42 લાખનો ખર્ચ કરાશે. જેનાથી ગ્રામજનો તેમજ વાહનચાલકો અને કોલેજ જતાં વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવશે.આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ જૈમીન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન વસાવા, મહામંત્રી વિકીભાઈ ચૌહાણ સહિત સ્થાનિક સરપંચ કમલેશ ભાલીયા અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત રસ્તાઓની સુવિધા પહોંચાડવી એ પ્રાથમિકતા છે. બાકરોલ અને હનુમાનપુરા ગામ વચ્ચેનો આ માર્ગ રિ-સર્ફેસ થવાથી દૈનિક અવરજવર કરતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે આવાગમન સરળ અને સલામત બનશે. ગ્રામજનોની ઘણા સમય સમયની માંગણીનો અંત આવતા વહીવટી તંત્ર અને ચૂંટાયેલ પ્રતિનિધિનો આભાર માન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *