Vadodara : બાળકો પ્રમોટ થાય છે, પરંતુ લર્નિગ ગેપ દૂર કરવો મોટો પડકાર

📅 Published: September 21, 2026 | 📂 Category: Baroda

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને લગતા એક અભ્યાસમાં 86% આચાર્યોનું માનવું છે કે, નો-ડિટેન્શન પોલિસીના કારણે બાળકોમાં શિક્ષણ પ્રત્યેની ગંભીરતા ઘટી રહી છે. અલબત્ત, આ સાથે એ પણ મહત્વનું છે કે બાળકને નાપાસ ન કરવું માત્ર પૂરતું નથી; તેની શૈક્ષણિક ક્ષમતાનું સતત મૂલ્યાંકન અને લર્નિગ ગેપ દૂર કરવાની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે.

એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ્ સોશિયલ વર્કના માસ્ટર્સના વિદ્યાર્થી પિયુષ બાબરિયાએ ફેકલ્ટીના અધ્યાપક ડો. શર્મિષ્ઠા સોલંકીના માર્ગદર્શન હેઠળ કરેલા અભ્યાસમાં શિક્ષણ સમિતિની 121 શાળાઓના આચાર્યો કે હેડ શિક્ષકોના અભિપ્રાયો મેળવ્યાં હતા.

અભ્યાસમાં 86% આચાર્યોએ નો-ડિટેન્શન પોલિસીથી શિક્ષણની ગુણવત્તા પર વિપરીત અસર થતી હોવાનું જણાવ્યું હતું. તેમના મતે, નાપાસ થવાનો ડર ન હોવાથી કેટલાક બાળકોમાં અભ્યાસ પ્રત્યેની ગંભીરતા ઘટી છે. ખાસ કરીને બાળકને એક ધોરણમાંથી બીજા ધોરણમાં આગળ વધારવામાં આવે છે ત્યારે તેની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા કેટલી વિકસી છે, તે તપાસવું જરૂરી બને છે. નો – ડિટેન્શન પોલિસીના ભાગરૂપે પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને ધો.5 અને 8 સિવાય અન્ય કોઈ ધોરણમાં નાપાસ કરી શકાતાં નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *