Vadodara: બોડેલીની શાળાઓ સહિત સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરાયું

📅 Published: August 17, 2026 | 📂 Category: Baroda

બોડેલી : બોડેલી નગરમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઇ હતી. બોડેલીની વિવિધ સરકારી, અર્ધ-સરકારી કચેરી અને શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે જગત ચોક્સીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફ્રકાવાયો હતો. ત્યારે શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી, પ્રમુખ ભાવેશ શિરોલાવાલા, પ્રદીપ ચોકસી તેમના પરિવાર તેમજ શિક્ષકો, વિદ્યાર્થી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત બોડેલી નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ ઉમેશ રાઠવાએ ધ્વજવંદન કરી નગરજનોને સ્વચ્છ જાળવવા સહયોગની અપીલ કરી હતી. બોડેલી કન્યા શાળા તથા કુમાર શાળા ખાતે બોડેલી નગરપાલિકાના દંડક પાર્થ સોની દ્વારા જ્યારે અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ ખાતે, માય શાનેન સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ લોકેન્દ્રસિંહ વાસદીયાએ રાષ્ટ્રધ્વજ ફ્રકાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *