Vadodara : ભંડારેશ્વર જવાના માર્ગે ઝાડી-ઝાંખરા દૂર કરવા માગ

📅 Published: October 13, 2026 | 📂 Category: Baroda

શિનોર તાલુકામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ભંડારેશ્વર મહાદેવ મંદિર તરફ્ જવાના માર્ગની બંને બાજુ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરાં અને વેલાઓ ઊગી નીકળતાં ભાવિક ભક્તો તેમજ નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિસ્તારમાં દીપડાની હાજરીની સ્થાનિકોમાં ચર્ચા હોવાથી મંદિરે જતા ભક્તોમાં ભયનો માહોલ જોવા મળે છે. શિનોરના નર્મદા કિનારે પવિત્ર ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાન ભોળાનાથનાં દર્શનાર્થે આવતા હોય છે. ઉપરાંત પવિત્ર નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિર તરફ્ જવાના માર્ગની બંને બાજુ ગીચ ઝાડી-ઝાંખરાં, કાંટાળી વનસ્પતિ અને વેલાઓ ઊગી નીકળતાં માર્ગ સાંકડો અને અસુરક્ષિત બન્યો છે. માર્ગની બંને બાજુ વનસ્પતિનું પ્રમાણ એટલું વધ્યું છે કે, સામેથી આવતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. ખાસ કરીને પગપાળા જતા શ્રદ્ધાળુઓ, વૃદ્ધો, મહિલાઓ અને પરિક્રમાવાસીઓને વધુ હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વધુમાં આ વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાની ચર્ચાને પગલે સ્થાનિક લોકો અને ભાવિક ભક્તોમાં ચિંતા વધી છે. ગીચ ઝાડી-ઝાંખરાંને કારણે માર્ગની આસપાસનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું ન હોવાથી વન્યપ્રાણી અચાનક સામે આવી જવાની આશંકા વ્યક્ત કરાય છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે મંદિરે જતા શ્રદ્ધાળુઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. રાત્રિના સમયે આ માર્ગ પરથી સ્થાનિક એકલદોકલ જતા લોકોને પણ ભય લાગે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *