Vadodara :મનરેગા યોજનામાં ગેરરીતિનાં આક્ષેપ સાથે TDOને ગ્રામજનોની રજૂઆત

📅 Published: September 24, 2026 | 📂 Category: Baroda

સાવલી

સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિના આક્ષેપ કરી રજૂઆત બાદ યોગ્ય કાર્યવાહી ન થતા આજે ગ્રામજનો દ્વારા નારેબાજી કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી રૂબરૂ સ્થળ તપાસની માંગ કરી હતી.

સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર નો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવાયા હતા, લાભાર્થીઓના જાણ બહાર બારોબાર ખાતા ખોલાવી જોબ કાર્ડ બનાવીને નાણા ઉઠાવી લેવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવીને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા આજે ફરી લેખિતમાં રજૂઆત કરી નારેબાજી કરાઈ હતી, ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક કામો રેકોર્ડમાં પૂર્ણ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર વાસ્તવમાં કામ થયું છે કે નહીં તેની તપાસ જરૂરી છે.

અરજદારોની હાજરીમાં સ્થળ તપાસ કરી મસ્ટર રોલ,MB, કામના ફોટોગ્રાફ્, મંજૂરી તથા ચુકવણીની વિગતો ચકાસવા માંગ કરાઈ છે. ઉપરાંત, જોબકાર્ડના ફોટા અને કામ કર્યા વિના નાણાં જમા કરાવવાના આક્ષેપો પણ અરજીમાં કરાયા છે. રોડ-રસ્તાના કામોમાં કાગળ પર મંજૂરી મેળવી નાણાં ચૂકવાયા હોવાના તેમજ VCE મારફ્તે નાણાંની હેરફેરના આક્ષેપોની પણ તપાસ કરવાની માંગ કરાઈ છે. અરજદારોનો આક્ષેપ છે કે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કાર્યવાહી થઈ નથી. સમગ્ર મામલે સ્થળ તપાસ સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી તપાસ પૂર્ણથયા બાદ લેખિત અહેવાલ આપવા TDO સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *