વડોદરાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જતા માર્ગ પર હાલ વી.વી.આઈ.પી.ઓ.ની ગાડીઓની લાઈનો લાગી છે. નેતા, અભિનેતા અને અધિકારીઓના ધાડેધાડા કેવડિયા ખાતે ફ્લ્મિફેર એવોર્ડ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે જઈ રહ્યા છે. તેવામાં માર્ગ પર પૂરપાટ ચાલતી કાર આકસ્મિક રીતે સળગી ઊઠી હતી. કાર ચાલકે સમય સૂચકતા વાપરી કાર ને માર્ગ ની બાજુમાં કરી લીધી હતી. અને ચાલક સહિત કારમાં સવાર મુસાફરો ઉતારીને સલામત અંતરે ખસી ગયા હતા. જે બાદ બનાવની ભીલાપુર આઉટપોષ્ટ પોલીસને જાણ થતા ટ્રાફ્કિ હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પવનની ગતિ અને આગની તિવ્રતાને કારણેથોડીક જ વારમાં કાર રાહદારીઓ અને વાહન ચાલકોની નજર સામે જ ભસ્મીભૂત થઈ ગઈ હતી.
Vadodara :મુખ્ય માર્ગ પર દોડતી કારમાં અચાનક આગ ભભૂકી : ડ્રાઇવરનો આબાદ બચાવ
📅 Published: September 23, 2026 |
📂 Category: Baroda
