શિનોર તાલુકાના મોટા ફોફ્ળિયા ખાતે શ્રાી છોટુભાઈ એ. પટેલ લર્નિગ ઇન્સ્ટિટયૂટના હોલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાના વિતરણ પ્રસંગે વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત દેશના 9 કરોડ 34 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા લાભ હસ્તાંતરણ (DBT) મારફ્તે રૂા.18,960 કરોડની સહાય જમા કરાવી હતી. જેનું મોટા ફોફ્ળિયા ખાતે જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સચિન પટેલ, શિનોર તાલુકા પંચાયતના મહિલા સભ્ય યોગેશ્વરીબેન પંચાલ, મોટા ફોફ્ળિયા ગ્રામ પંચાયતના સરપંચ ભગુ રબારી, વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ધવલ પટેલ, શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ અશોક પટેલ તથા કૃષિ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જેમાં મોટા ફોફ્ળિયા, અંબાલી, ઝાંઝડ, બરકાલ, બીથળી, કંજેઠા અને દામાપુરા સહિતના ગામોમાંથી ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સચિન પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને મળતી આર્થિક સહાય અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા હાથ ધરાતી વિવિધ યોજના અંગે વાત કરી હતી. ઘણી જગ્યાએ પૂરતો પ્રચાર અને પ્રસાર થયો ના હોવાને કારણે ખેડૂતોની સંખ્યા ઘણી ઓછી હતી. એવું દેખાઈ આવતું હતું. તાલુકા અમલીકરણ સમિતિમાં કોણ અધ્યક્ષ અને સભ્યો હોય છે તેની માહિતી આયોજકોને ખબર નહોતી.
Vadodara : મોટાફોફળિયા ખાતે PM કિસાન સન્માન નિધિના 24મા હપ્તાના વિતરણ નિહાળાયું
📅 Published: October 30, 2026 |
📂 Category: Baroda
