Vadodara : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગંદકી બદલ કાર્યવાહી, 26 એકમો સીલ કરાયા

📅 Published: October 5, 2026 | 📂 Category: Baroda

8

શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન અંતર્ગત વૉર્ડ નં.10માં સમાવિષ્ટ વાસણા – તાંદલજા રોડ પર દુકાનનો કચરો નાંખી ગંદકી કરતાં 3 એકમો સીલ કર્યા હતા. જેમાં બે પાનની અને એક ચાની દુકાનનો સમાવેશ થાય છે. વાર્ડ નં.11માં મકરંદ દેસાઈ રોડ પર જાહેરમાં બાંધકામનો કાટમાળ ઠાલવવા બદલ મારૂતિ ટ્રેડર્સને રૂા. 10 હજારનો દંડ કરાયો હતો. તેમજ દુકાન સીલ કરી હતી. દિવાળીપુરા વિસ્તારમાં ગંદકી કરવા બદલ 99 ઢોંસા (સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ), ધ સોડા શોપ તેમજ 3 લારીધારકો મળી કુલ 6 એકમ સીલ કરાયા હતા. તેમજ કુલ રૂા. 12 હજારનો દંડ પણ વસૂલ કરાયો હતો. વૉર્ડ નં.12માં વડસર રોડ પર જાહેર માર્ગ પર બિલ્ડીંગ મટિરિયલ નાંખતાં આસ્થા એસોસિએટ પાસેથી રૂા. 20 હજારનો દંડ વસૂલ કરાયો હતો. મીની વડસર બ્રીજ પાસે પંજાબી રેસ્ટોરન્ટમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોઈ સંચાલકને રૂા. 3 હજારનો દંડ ફટકાર્યો હતો.

જ્યારે પૂર્વ ઝોનના વૉર્ડ નં.14માં સંતકબીર અને ગેંડીગેટ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરતાં 15 દુકાનોને નોટીસ આપી સીલ કરી હતી. જેમાં માંડવી ખાતે આઈસ્ક્રીમ પાર્લર, લાઈનીંગ વર્કસ, બે પાનના ગલ્લા, મંગળબજારમાં પ્લાસ્ટીકની બે દુકાન અને હાર્ડવેરની પાંચ અને ટાઈલ્સની ચાર દુકાનોનો સમાવેશ થાય છે. તેમજ વૉર્ડ નં.6માં જય શ્રી વિહત કૃપા પસ્તી ભંડાર અને ગણેશ સ્ક્રેપની દુકાન સીલ કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *