Vadodara: રાજા રવિ વર્મા – દાદા સાહેબ ફાળકે વચ્ચે ગુરુ શિષ્ય જેવો સંબંધ હતો

📅 Published: September 21, 2026 | 📂 Category: Baroda

ભારતીય ચિત્રકળાના દિગ્ગજ રાજા રવિ વર્મા પણ મહારાજા સયાજીરાવ અને દિવાન ટી. માધવરાવના આમંત્રણથી વડોદરા આવ્યા હતા અને લક્ષ્મીવિલાસ પેલેસ કમ્પાઉન્ડમાં રોકાણ કર્યુ હતું. અહી રાજા રવિ વર્માએ દ્રોપદી વસ્ત્રાહરણ, સીતી ભૂમિ પ્રવેશ સહિતના બે ડઝનથી વધુ પૌરાણિક ધાર્મિક ઘટનાઓ આધારિત પેઇન્ટિંગ્સ બનાવ્યા હતા. રાજા રવિ વર્મા અને ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે વચ્ચેનો સંબંધ એક માર્ગદર્શક અને શિષ્ય જેવો હતો. દાદાસાહેબ ફાળકેને સિનેમાના ક્ષેત્રમાં આગળ વધવા માટે જે ટેકનિકલ, આર્થિક અને કલાત્મક પીઠબળ જોઈતું હતું, તેમાં રાજા રવિ વર્માનો ફાળો અત્યંત મહત્ત્વનો રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *