Vadodara: લવારી શોમાં અશ્લીલતાની હદ વટાવાઈ; ભુવન બામે અશ્લીલ હરકત કરતા સંજીદા શેખ હસતી રહી

📅 Published: November 29, 2026 | 📂 Category: Baroda

વડોદરામાં કોમેડી શોના નામે અશ્લીલતાની તમામ હદો વટાવવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મનન દેસાઈના મનોરંજન કાર્યક્રમ ‘લવારી’ શોમાં અત્યંત અભદ્ર અને અશ્લીલ કન્ટેન્ટ પીરસવામાં આવતા ગુજરાતી સંસ્કૃતિ પ્રેમીઓમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે.

સંજીદા શેખ સામે ભુવન બામની દ્વિઅર્થી ટિપ્પણી અને અસભ્ય વર્તન; વીડિયો વાયરલ

આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કલાકારોએ મર્યાદા ઓળંગી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જાહેર મંચ પર ભુવન બામ નામના કલાકારે અસભ્ય વર્તન કર્યું હતું અને અભિનેત્રી સંજીદા શેખની સામે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી.ભુવન બામે અશ્લીલ હરકત કરી હોવા છતાં એક્ટ્રેસ સંજીદા શેખ હસતી રહી હોવાનું વીડિયોમાં જોવા મળતા લોકો વધુ રોષે ભરાયા છે.શો દરમિયાન સાંભળી ન શકાય તેવી કૉમેન્ટ પાસ કરીને જાહેરમાં અભદ્ર વર્તન કરવામાં આવતા વિવાદ વકર્યો છે.

કાજલ હિન્દુસ્તાની સહિતે કડક કાર્યવાહીની માંગ કરી

ગુજરાતની સંસ્કૃતિને બદનામ કરવાના આ પ્રયાસ સામે સામાજિક આગેવાનો અને નાગરિકો મેદાનમાં આવ્યા છે. કાજલ હિન્દુસ્તાની સહિતે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. હવે એવો ગંભીર સવાલ ઉઠી રહ્યો છે કે શું આ માત્ર લાઈમલાઈટમાં આવવા માટેની કરતૂત છે કે પછી જાણીજોઈને અશ્લીલતા ફેલાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે?

આ પણ વાંચો:  Surat: ભેસ્તાનમાં કરાટે ટ્રેનરના વાયરલ વીડિયોથી બબાલ; પોલીસે મોહમ્મદ શાહબુદ્દીનની કરી અટકાયત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *