Vadodara: વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના નવી નગરીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત

📅 Published: September 2, 2026 | 📂 Category: Baroda

વાઘોડીયા તાલુકાના ફ્લોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવી નગરીમાં રહેતા લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઈને વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.

વાઘોડીયા તાલુકાના ફલોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવીનગરીમાં રહેતા રહીશોએ આજે એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલને સાથે રાખીને તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓની જો વાત કરીએ તો લાઈટ, પાણી, રોડ જેવી સુવિધાઓથી વંચિત છે. તેઓનું કહેવું છે કે પાણી ભરવા માટે નદીએ જઈએ તો મગરનો ડર રહે છે. કામકાજ માટે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું હોય તો દીપડાનો ડર રહે છે. જેને લઈને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળી રહે તે માટે તમામ રહીશોએ એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી તપનભાઈ ત્રિવેદીને લેખિતમાં રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *