વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી દિન પ્રતિદિન ટ્રાફ્કિની સમસ્યાનો પ્રશ્ન ખૂબ જ વિકટ બનતો જાય છે આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વખતો વખત ઉપલા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આ ટ્રાફ્કિના પ્રશ્નોનું કોઈ નિરાકરણ થતું નથી. આ ટ્રાફ્કિનો પ્રશ્નમાં ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો તેમજ છકડાવાળાઓ પણ ટ્રાફ્કિને અડચણરૂપ રસ્તાની વચ્ચોવચ ઊભા રાખી ટ્રાફ્કિની સમસ્યામાં વધારો કરે છે, તેની સાથે કેટલાક લારીઓ વાળાઓ પણ આ જાહેર ચાર રસ્તા ઉપર હર હંમેશ ગમે તેમ ઊભા રહી ટ્રાફ્કિના પ્રશ્નમાં વધારો કરી રહ્યા છે. ઘણી વખત લારીઓ તેમજ છકડાવાળાઓ સાથે પ્રજાને ચકમક ઝરવાના બનાવો તેમજ બોલાચાલીના બનાવો પણ બન્યા કરે છે. ટ્રાફ્કિના જવાનોને કાયમી ધોરણે આ જય અંબે ચાર રસ્તા તેમજ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા પાસે રાખવા માગ કરાઈ છે. એસટી ડેપો પાસે પણ ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો પોતાનો અડિંગો જમાવીને બેસી રહે છે. જેથી ત્યાં પણ ટ્રાફ્કિ નો પ્રશ્ન ઉભો થાય છે અને મુસાફરો પણ હેરાન પરેશાન થઈ જાય છે, જેથી આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા માગ કરાઈ છે.
Vadodara : વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો
📅 Published: October 14, 2026 |
📂 Category: Baroda
