વાઘોડિયા : વાઘોડિયા નગરમાં બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે શુક્રવારે સવારે જોરદાર વરસાદી ઝાપટું પડી જતા પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ઊભા પાકને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. આમ સવારે જોરદાર વરસાદી ઝાપટું પડી જતા નગરના મુખ્ય બજાર, રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરતા થયા હતા. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી 8 એમએમ વરસાદ નોંધાયો હતો. અગાઉનો 414 એમએમ વરસાદ મળી મોસમનો કુલ આંકડો 422 એમએમ વરસાદ સરકારી દફ્તરે નોંધાયો છે.
Vadodara: વાઘોડિયા નગરમાં બે દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું
📅 Published: September 18, 2026 |
📂 Category: Baroda
