Vadodara : શરદપૂનમે બરકાલના શ્રીલીલા ગૌધામ ખાતે ભોજનસેવા-ભંડારો

📅 Published: October 25, 2026 | 📂 Category: Baroda

શિનોર તાલુકાના બરકાલ મુકામે માં નર્મદા ના કિનારે આવેલા શ્રી લીલા ગૌધામ ના પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી ની પાવન પ્રેરણાથી આજરોજ તારીખ 25 ઓક્ટોબર 2026 રવિવારે શરદ પૂનમના દિવસે સવારે 10:00 કલાકે ભોજન , સેવા અને દિવાળીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.. વિશાળ ભોજન ભંડારો તથા જીવનોપયોગી વસ્તુઓના વિતરણનો કાર્યક્રમ પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીની પાવન પ્રેરણા તથા દિવ્ય સાનિધ્યમાં શરદ પૂર્ણિમાના નિમિત્તે અહીંના બરકાલ તથા આસપાસના ગામો જેમ કે બરકાલ કોલોની, ઝાંઝડ, મોટા ફોફ્ળિયા, કંજેઠા, અંબાલી, મોલેથા, બીથલી, ,સેગવા, મોટા કરાડા, સીમડી, વગેરે ગામોની માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લીલા ગૌધામ, બરકાલ દ્વારા આયોજિત ભંડારામાં અન્ન, વસ્ત્ર્રો , મિઠાઈ, ફ્ળ, શાકભાજી, પગરખાં, સ્વેટર, ટોપી તથા અન્ય જીવનોપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ભોજન પ્રસાદીનો લાભ તથા હરિ નામ સંકીર્તન અને સત્સંગનું આયોજન થયું, જેમાં શ્રીજીના દિવ્ય સાનિધ્યમાં ગામલોકો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો અને નાના બાળકોએ ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *