Vadodara: શિનોરના મીંઢોળ ગામે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ

📅 Published: November 26, 2026 | 📂 Category: Baroda

શિનોર તાલુકાના મીંઢોળ ગામમાં જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કોલસા આધારિત 2X800 મેગાવોટના સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ બાંયો ચડાવી છે. જમીન માપણીની નોટિસ મળતાં જ ખેડૂતોએ તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી માપણી અને જમીન સંપાદન સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

મીંઢોળ ગામના ખેડૂતોએ શિનોર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા મીંઢોળ ગામમાં કોલસા આધારિત 2X800 મેગાવોટનો સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે સંપાદન થનારી જમીનની માપણી માટે ખેડૂતોને તા. 27 નવેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યે હાજર રહેવા નોટિસ અપાઇ છે. જોકે, આ નોટિસ સામે મીંઢોળ ગામના ખેડૂતો દ્વારા સખત વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ લેખિત આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ પોતાની જમીન સંપાદન માટે આપવા માંગતા નથી. અને તેમની મંજૂરી વિના જમીનની માપણી કરવામાં આવે તે પણ સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કલેક્ટર તેમજ ખાસ જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર પાઠવી જમીન માપણીની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *