Vadodara: શિનોરમાં કોબ્રા પકડવા ગયેલા સર્પમિત્રનું સાપના ડંખથી મોત

📅 Published: September 2, 2026 | 📂 Category: Baroda

શિનોર ખાતે વન્યજીવોનું રેસ્ક્યુ કરતાં કાર્યકરને અત્યંત ઝેરી કોબ્રા સાપે ડંશ મારતાં તેમનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

શિનોર નગરના રોહિત વાસમાં રહેતા 38 વર્ષના અનિલ કનુભાઈ માછી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં હતાં, સાથે વન્ય જીવોના રેસ્ક્યુનું પણ કામ કરતાં હતાં. જેમને વનવિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા વન્ય જીવોના રેસ્ક્યુ કરવા બદલ પ્રમાણપત્રો પણ મળેલા છે. તેઓ ગઈકાલે તા.1ના રોજ સાંજે ઘર માટે નગરની પંચાયત ઓફિસ પાસેથી પાંઉભાજી લેવા ગયા હતાં. તે સમયે રસ્તામાં તેઓએ અત્યંત ઝેરી કોબ્રા સાપને જોયો હતો. જ્યાં નજીકમાં કેટલાક બાળકો રમતાં હતાં, તેમજ લોકોની ચહલ પહલ પણ હતી, જેથી તેઓએ સાપ કોઈને કરડે તે પહેલાં તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન સાપે તેમની આંગણી પર ડંશ મારી દીધો હતો. તેમ છતાં તેઓએ સાપને પકડીને બરણીમાં કેદ કરી લીધો હતો. જે બાદ તેમના મિત્રોની મદદથી તેઓ મોટાફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતાં, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ જણાતાં, તેમને વડોદરા સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એમના પરિવારમાં તેઓ એક માત્ર સહારો હતા, વિધવા માતા અને નાનો પુત્ર તથા નાની પુત્રી નિરાધાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ અવાખલ ગામના વન્ય જીવોનું રેસ્ક્યુ કરતાં અશોક મનહર પટેલનું પણ કોબ્રા સાપના કરડવાથી મૃત્યુ થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *