Vadodara : શેરપુરા અને વકીલપુરા ગામે દિવસે ઝગમગતી સ્ટ્રીટ લાઇટ્સ

📅 Published: November 21, 2026 | 📂 Category: Baroda

સાવલી તાલુકામાં શેરપુરા અને વકીલપુરા પંચાયતની સ્ટ્રીટ લાઈટો દિવસ-રાત ચાલુ રહેતા પંચાયતની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ્ ખેડૂતો સિંચાઈ માટે વીજળી વગર વલખાં મારી રહ્યાં છે. સાવલી તાલુકાના શેરપુરા, વકીલપુરા સહિત અનેક ગામોમાં ભરબપોરે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીના વેડફાટ સામે સવાલો ઉઠયાં છે. તાલુકામાં એક તરફ્ ખેડૂતોને ખેતી માટે પૂરતી વીજળી મળતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે બીજી તરફ્ શેરપુરા, વકીલપુરા સહિત અનેક ગામોમાં પંચાયતની સ્ટ્રીટ લાઈટો 24 કલાક ચાલુ રહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભરબપોરે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીના વેડફાટ સામે સવાલો ઊભા થયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતી માટે વીજળી મળવામાં અનિયમિતતા જોવા મળે છે. ખેતરમાં સિંચાઈ માટે પાણી ચાલુ હોય ત્યારે જ વીજળી ઠપ થતી હોવાની ફરિયાદો છે. ક્યારેક એક કલાક વીજળી મળ્યાં બાદ ફરી સપ્લાય બંધ થઈ જતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વીજળીના વારંવાર ટ્રિપિંગ અને અનિયમિત પુરવઠાને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમયસર પાણી ન મળવાથી ઊભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ખેડૂતોને પૂરતી અને નિયમિત વીજળી મળે તે માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી હતી. પરંતુ બીજી તરફ્ પંચાયતની સ્ટ્રીટ લાઈટો દિવસ દરમિયાન પણ ચાલુ રહેતી હોવાના દ્રશ્યો સામે આવતા વીજળીના વપરાશ અને જવાબદારી સામે સવાલો ઊભા થયા છે. સ્ટ્રીટ લાઈટોમાં ટાઈમર સિસ્ટમ અથવા ઓટોમેટિક સ્વિચ લગાવાય જેથી દિવસે થતો વીજળીનો બગાડ અટકી શકે તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *