રાષ્ટ્રીય શિક્ષણ 2020 અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાંથી 250થી વધુ મહાવિદ્યાલયોમાં સંસ્કૃત નોડેલ અધિકારીઓને આ આયોજન અંગેની કામગીરી સોંપાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સપ્તા દરમિયાન પ્રચાર- પ્રસાર કરી પ્રેરણાદાય સંદેશ અપાયો હતો. તથા રાજ્યના શ્રોષ્ઠ આયોજનમાં વડોદરા જિલ્લાને પુરસ્કૃત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે, જિલ્લા નોડલ અધિકારી મીતાબેન જાદવ તથા વડોદરાના ડભોઇ, સાવલી, ડેસર, પાદરા, શિનોર, વાઘોડિયા સહિત કરજણ તાલુકાના નોડલ તરીકે ડી.સી. ચાવડા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય મીનલબેન શાહને નોડલ તરીકેની કામગીરી સોંપાઈ હતી. સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિન અને પ્રદર્શનમાં કરજણ તાલુકા કેળવણી મંડળની શાહ એન.બી. પ્રાથમિક શાળા, એન.બી શાળા ઉપરાંત સરસ્વતી હાઈસ્કૂલ અને તાલુકાના મિયાગામ, બોડકા, દેથાણ, હાઇસ્કુલ ના વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લાને શ્રોષ્ઠ પુરસ્કાર કરાતા કરજણ તાલુકા કેળવણી મંડળ અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતાં.
Vadodara: શ્રોષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીનું સન્માન
📅 Published: September 2, 2026 |
📂 Category: Baroda
