Vadodara : સંખેડા ચોરા પાસે કમાનગેટથી નવાપુરા માર્ગ પર કચરાના ઢગલા

📅 Published: October 12, 2026 | 📂 Category: Baroda

સંખેડા : સંખેડા નગરના મુખ્ય બજાર માર્ગ ઉપર ટ્રાફ્કિ હળવો કરવા અને ટૂંકા માર્ગ ઉપરથી અવર જવર થઈ શકે તેવા શુભ આશય સાથે સંખેડા ચોરા પાસેના કમાન ગેટથી નવાપુરા સુધી બનાવેલ માર્ગની બાજુમાં ઢગલા ખડકી દેવાતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જુનાબજાર ચોરા પાસેના કમાનગેટથી નવાપુરા લિઝ સુધીનો બાયપાસ માર્ગ બનતા બજારના ટ્રાફ્કિમાંથી છુટકારો મેળવવા વાહન ચાલકો આ ટૂંકા માર્ગ ઉપરથી મોટી સંખ્યામાં અવરજવર કરવા ઉપરાંત પગપાળા જનારા રાહદારીઓથી આ માર્ગ સતત ધમધમે છે. ત્યારે આજુબાજુના રહેવાસી સહિત અન્ય લોકો પોતાના મકાનોના રોડા અને બિનજરૂરી વસ્તુઓને માર્ગના સાઈડો ઉપર ઢગલા કરતા આમને સામને આવતા વાહનો વચ્ચે અકસ્માત થવાનો ભય સતાવે છે. ત્યારે સંખેડા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી જવાબદારો સામે પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *