Vadodara: સંત શ્રી નાયાજી મહારાજના જન્મ દિવસે બે દિવસીય મહોત્સવ યોજાશે

📅 Published: September 2, 2026 | 📂 Category: Baroda

શિનોર તાલુકાના કુકસ ગામે સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે તેઓના જન્મદિવસ પ્રસંગે ભાદરવા બીજે બે દિવસનો ભવ્ય કાર્યક્રમો તા.13 અને 14ના શ્રીનાયાજી મહારાજ સમક્ષ 56 ભોગ ધરાવાશે અને પારણાંનું આયોજન કરેલ છે. સાથે વિશાળ મેળો ભરાનાર છે.

ગુજરાત ભરમાં પ્રખ્યાત ભાદર બીજ ના મેળા નામે ઓળખાતા શિનોર તાલુકાના કુકસ ગામે આવેલા શ્રી નાયાજી મહારાજ મંદિરમાં શ્રી નાયાજી મહારાજના જન્મદિવસ તથા મંદિરના જીર્ણોદ્ધારના પ્રથમ વાર્ષિક મહોત્સવને અતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. સંત શ્રી નાયાજી મહારાજના નવીન મંદિરના જીર્ણોદ્ધાર પછીના પ્રથમ વાર્ષિક મોહોત્સવ શ્રી નાયાજી મહારાજના જન્મદિવસે 56 ભોગનો થાળ ધરાવાશે અને જન્મદિવસ નિમિત્તે તેમને પારણામાં ઝુલાવાશે. ભાદરવા સુદ બીજ અને ત્રીજના રોજ ભવ્ય મેળો યોજાશે, આ બે દિવસ આશરે એક લાખથી વધુ હરિભક્તો દર્શન કરવા આવશે, ત્રણ દિવસના અન્નક્ષેત્ર ભંડારો યોજાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *