Vadodara : સાધી કન્યા પ્રાથમિક શાળામાંCRCકક્ષાનો ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો

📅 Published: October 9, 2026 | 📂 Category: Baroda

GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન સાધી કન્યા પ્રાથમિકશાળામાં યોજાયું હતું. સીઆરસી કક્ષાના આ પ્રદર્શનમાં સાધી ક્લસ્ટરમાં સમાવિષ્ટ સરકારી તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કુલ પાંચ વિભાગોમાં યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતું.પ્રદર્શન નિહાળવા માટે સાધી કુમાર પ્રાથમિક શાળા, બંધુ સમાજ હાઈસ્કૂલ, બંધુ સમાજ પ્રાથમિક શાળા તેમજ બંધુ સમાજ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 700થી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિઓ નિહાળી હતી. પ્રદર્શન બાદ નિર્ણાયકો દ્વારા વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કૃતિઓનું મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક જાહેર કરાયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ગ્રુપ આચાર્ય, શાળાના આચાર્યઓ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, શાળાના શિક્ષકો તેમજ ઉપસ્થિત અન્ય શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે વધુ રસ કેળવી નવીન સંશોધન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ્ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહ અને તેમની કૃતિઓની પ્રશંસા કરી ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *