Vadodara : સાવલી તાલુકામાં ઠેર-ઠેર નર્મદા બ્રાન્ચ કેનાલોની બિસમાર હાલત

📅 Published: November 19, 2026 | 📂 Category: Baroda

સાવલી તાલુકામાં નર્મદા કેનાલોની બિસ્માર હાલતના દ્રશ્યો સામે આવ્યા છે. ઠેર-ઠેર બિસ્માર હાલતમાં કેનાલો જોવા મળે છે. જ્યારે ખેડૂતો મહામુલો પાક બચાવવા માટે ડીઝલ પંપની મદદથી સિંચાઈનું પાણી ખેંચી રહ્યાં છે. સાવલી તાલુકામાં નર્મદા કેનાલોની હાલત ભારે હાલતમાં છે. ઠેર-ઠેર ઝાડી ઝાંખરા અને ગાબડા પડેલી હાલતમાં જોવા મળે છે. તેના પગલે ખેડૂતોના ખેતરમાં કેનાલો પસાર થતી હોવા છતાં પાણી વગર રહેવાનો વારો આવ્યો છે. જ્યાં પાણી પહોંચે છે ત્યાં તકલાદી કામ હોવાને કારણે કેનાલ તૂટી જવાથી ઉભા પાકોને નુકસાન થવાનો વારો આવ્યો છે. તેના પગલે તાલુકાના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના તાલુકાના ખેડૂતોની વ્યથા પત્ર મારફ્તે ઠાલવીને મુખ્યમંત્રીને સમગ્ર પરિસ્થિતિથી અવગત કરાવ્યા છે. પરંતુ જમીનની ચિત્ર પર જોવા જઈએ તો સ્થિતી દુર્ગમ બની છે. જાવલા ગામે કેનાલ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતો જોવા મળે છે. જ્યારે ગોદામપુરા ગામે તૂટેલી હાલતમાં કેનાલ જોવા મળી હતી. રાણીપુરા પંથકમાં કેનાલમાં મોટા ગાબડાં પડયાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે લસુન્દ્રા ગામે કેનાલ બની ત્યારથી એક ટીપુ પાણી નથી આવ્યું. ખેડૂતોના ખેતરોના મધ્યમાંથી પસાર થતી કેનાલ વર્ષોથી સૂકી છે.તાલુકામાં ક્યાંક કેનાલ ઓવરફ્લો તો ક્યાંક સૂકી છે. દર વર્ષે કેનાલોની સફાઈ અને રીપેરીંગમાં થતો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે. કેનાલોની જાળવણી અને સમારકામની કામગીરી સામે ઊઠયા સવાલો છે. ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા આપતી કેનાલોની હાલત દયનીય હાલતમાં છે પરિણામે ખેડૂતો પોતાનો મહામૂલો પાક બચાવવા માટે ડીઝલ મશીનથી હજાર ફૂટ દૂર લાઇન કરીને પાણી ખેંચીને પોતાના પાકને બચાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી સમારકામ કરાવવાની અને ખેડૂતોને સહાય જાહેર કરવા માંગ ઉઠી છે. જ્યારે કેનાલની બિસ્માર હાલત મુદ્દે ડેપ્યુટી એન્જિનિયર ફૈસલ ખલપાને પૂછતા જણાવ્યું હતું કે, અમે ઉનાળામાં જે સફાઈ કરવાની હતી. પરંતુ ચોમાસામાં ઝાડી ઝાંખરા ઉગ્યા હતા. અમારા ફ્લ્ડિ ઓફ્સિર ડેઇલી વિઝીટ કરતા હોય છે. ઝાડી ઝાંખરાને કારણે લીકેજિંગ અને ગાબડા પડે છે. એજન્સી નક્કી થઈ છે. અને લેબર પણ આવવાના ચાલુ થઈ ગયા છે તેથી અમે સફાઈ કરાવી દઈશું. અને લીકેજ પણ બંધ કરાવી દઈશું. તેમ છતાં જો કોઈ ઇમર્જન્સી કેસ હશે તો તાત્કાલિક લીકેજ બંધ કરીને પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરીશું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *