સાવલી હોમિયોપેથીક મેડિકલ કોલેજ સામે ABVP દ્વારા વિદ્યાર્થીઓને ફી સ્ટાઇપેન્ડ અને પ્રાથમિક સુવિધા મુદ્દે અલ્ટીમેટમ આપી નારેબાજી સાથે ઉગ્ર રજૂઆત કરી 7 દિવસમાં પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે. નહી તો, આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે સાવલી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સમસ્યા મુદ્દે એબીવીપી મેદાનમાં આવ્યું છે. એબીવીપી સહમંત્રી જયદીપસિં ગોહિલના જણાવ્યા મુજબ ફી વધારા સહિત વિદ્યાર્થીઓના પાંચ મુખ્ય પ્રશ્નો મુદ્દે કોલેજ તંત્રને આવેદનપત્ર પાઠવાયુ છે. ફી વધારા સહિત પાંચ મુખ્ય મુદ્દાને લઈને ABVP દ્વારા કોલેજ સંચાલન સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઇ હતી. ABVP દ્વારા FRCના ધારાધોરણો મુજબ જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા માંગ કરાઇ હતી. ઉપરાંત ઇન્ટર્ન તબીબોને હાલમાં મળતા રૂા.5,200ના સ્ટાઇપેન્ડમાં નિયમો મુજબ વધારો કરવા રજૂઆત કરાઈ હતી. યુનિવર્સિટીની મૌખિક પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અને અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ પણ કરાઇ હતી. . આજરોજ નારેબાજી સાથે કોલેજ ખાતે એબીવીપીના કાર્યકરો ધસી ગયા હતા. ભારે ઉગ્ર રજૂઆત કરી હતી. કોલેજ સત્તાવાળા પર વિવિધ આક્ષેપો કર્યા હતા. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટેABVPદ્વારા કોલેજ તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 7 દિવસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.
Vadodara : સાવલી હોમિયો. કૉલેજમાં ABVP દ્વારા પાંચ સમસ્યા અંગે રજૂઆત
📅 Published: November 2, 2026 |
📂 Category: Baroda
