Vadodara: સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ખાડામાં પલટાયું, જાનહાનિ ટળી

📅 Published: August 30, 2026 | 📂 Category: Baroda

વડોદરા નજીક આવેલા જામ્બુવા બાયપાસથી પોર તરફ જતા વ્યસ્ત માર્ગ પર ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સુંદરપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું આ ડમ્પર માર્ગની સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું.

સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયું

વીજ થાંભલા સાથે અથડાયા બાદ પણ ડમ્પરની સ્પીડ વધારે હોવાના કારણે તે રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું.આ અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની સાથે જોડાયેલું ભારે પૂલર મશીન પણ ખાડામાં ખાબક્યું હતું. જોકે, આ ઘટના મોડી રાત્રે બની હોવાથી માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત ઓછો હતો. જેના કારણે કોઈ અન્ય વાહન તેની ચપેટમાં આવ્યું ન હતું અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.

ડમ્પર ચાલકની બેદરકારી અંગે ગુનો 

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. ક્રેનની મદદ લઈને ખાડામાં પલટી ગયેલા ડમ્પર અને પૂલર મશીનને બહાર કાઢવામાં આવ્યા હતા. વીજ થાંભલો ક્ષતિગ્રસ્ત થતાં વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલકની બેદરકારી અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *