Vadodara : હોટેલ 'વિન્ટેજ ઈન'માં યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત, સાથી મિત્રની પોલીસે હાથ ધરી પૂછપરછ

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરની હોટેલ ‘વિન્ટેજ ઈન’માં એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં અફરાતફરી મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ ગુલામ મુસ્તુફા તરીકે થઈ છે, જે પોતાના મિત્ર કિશન વસાવા સાથે હોટેલમાં રોકાયો હતો. બનાવને પગલે વડોદરા પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુલામ મુસ્તુફા અને કિશન વસાવા હોટેલ વિન્ટેજ ઈનમાં રોકાયા

મળતી વિગતો અનુસાર, વડોદરાના જ વતની એવા બે યુવાનો ગુલામ મુસ્તુફા અને કિશન વસાવા હોટેલ વિન્ટેજ ઈનમાં રોકાયા હતા. આ દરમિયાન હોટેલમાં લાઈટ જતી રહેતાં બંને યુવકોએ પોતાનો રૂમ ચેન્જ કર્યો હતો. 

Vadodara News: Youth Dies Suspiciously in Hotel Vintage Inn, Friend Questioned

ગુલામ મુસ્તુફા વોશરૂમમાં અચાનક પડી જતાં તેને ગંભીર 

પોલીસે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા દરમિયાન ગુલામ મુસ્તુફા વોશરૂમમાં અચાનક પડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ગુલામ મુસ્તુફાને તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ તેનું દુઃખદ મોત નીપજ્યું હતું.

Vadodara News: Youth Dies Suspiciously in Hotel Vintage Inn, Friend Questioned

પોલીસ કાફલો હોટેલ પર દોડી આવ્યો 

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોટેલ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. યુવકનું મોત ખરેખર વોશરૂમમાં લપસી પડવાથી થયું છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે મૃતકની સાથે રૂમમાં હાજર સાથી મિત્ર કિશન વસાવાની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.

 

આ પણ વાંચો   :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *