Vadodara : 1.57 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ, 360થી વધુ સિમકાર્ડ સાથે 4 આરોપીઓ ઝડપાયા

📅 Published: November 4, 2026 | 📂 Category: Crime

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 1.57 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપીઓ પાસેથી 360થી વધુ સિમકાર્ડ મળી આવ્યાં છે. આ સિમકાર્ડ વડોદરામાં એક્ટિવ કરવામાં આવતાં હતાં અને ત્યારબાદ તેનો ઉપયોગ વિદેશમાં થતો હતો. આરોપીઓ વોટ્સએપ ઓટીપીના માધ્યમથી ઠગાઈની પ્રવૃત્તિમાં મદદ કરતા હોવાનું સામે આવ્યું છે.

1.57 કરોડનું રોકાણ કરાવી આચરી છેતરપિંડી

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ટોળકીએ ઇન્વેસ્ટમેન્ટના નામે કુલ 1.57 કરોડની છેતરપિંડી આચરી હતી. શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ 1.57 કરોડની સામે 5.24 લાખ પરત કર્યા હતા. આ રીતે વિશ્વાસ ઊભો કરીને વધુ રોકાણ કરાવવામાં આવતું હતું.

વડોદરામાં સિમકાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલતા

આરોપીઓ પાસે 400થી વધુ સિમકાર્ડ હોવાની વિગતો સામે આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે તેમાંથી 360થી વધુ સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ સિમકાર્ડ વડોદરામાં એક્ટિવ કરવામાં આવતાં હતાં અને ત્યારબાદ તેનો ઉપયોગ હોંગકોંગ, ચીન અને અમેરિકામાં થતો હતો.

વોટ્સએપ ઓટીપીથી ઠગાઈમાં મદદ કરતા

આરોપીઓ સિમકાર્ડ એક્ટિવ કર્યા બાદ અન્ય વ્યક્તિઓને તેના ઓટીપી શેર કરતા હતા. આ ઓટીપીના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ એક્ટિવ કરવામાં આવતાં હતાં અને ત્યારબાદ રોકાણના નામે છેતરપિંડીની પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી.

એક સિમકાર્ડ પાછળ 1,200 રુપિયાનું કમિશન

પોલીસ તપાસ મુજબ, આરોપીઓને દરેક સિમકાર્ડ પાછળ 1,200 રુપિયાનું કમિશન મળતું હતું. આ રીતે સિમકાર્ડ એક્ટિવ કરવાની અને ઓટીપી શેર કરવાની કામગીરી દ્વારા તેઓ ઠગાઈના નેટવર્કમાં જોડાયેલા હતા.

ચાર આરોપીઓની ધરપકડ

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં કરણ ભાષાની, આર્યન પંચાલ, સુબોધ શર્મા અને સર્વેશ પાટીલની ધરપકડ કરી છે. આરોપીઓએ ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે 360થી વધુ સિમકાર્ડ જપ્ત કરીને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો :    Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *