Vadodara: 80માં સ્વતંત્રતા પર્વે વાઘોડિયામાં ઠેર-ઠેર ધ્વજવંદન

📅 Published: August 17, 2026 | 📂 Category: Baroda

વાઘોડિયા : વાઘોડિયામાં 80માં સ્વાતંત્ર પર્વની આનબાન અને શાન સાથે ઉજવણી કરાઇ હતી. જેમાં વાઘોડિયા પ્રા. કુમાર શાળા ખાતે નગરપાલિકા પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ એચવી ગુજરાતી દ્વારા ધ્વજવંદન કરાયું હતું.વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં તાલુકા પ્રમુખ જયાબેન વસાવા દ્વારા ધ્વજવંદન કરાયું હતું. તેમજ વાઘોડિયા હાઈસ્કૂલ ખાતે ટ્રસ્ટી મનોજ શાહ દ્વારા ધ્વજવંદન કરાયું હતું.વાઘોડિયા નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ બ્રિજેશભાઈ ગોસ્વામી દ્વારા ધ્વજવંદન કરાયું હતું. વાઘોડિયા સેવા સદન ખાતે નાયબ મામલતદાર રજનીભાઈ પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *