સંસ્કારી નગરીની ઓળખ સમાન મહારાજા સયાજીરાવ યુનિ. ફરી એકવાર શિક્ષણ જગતને કલંકિત કરતી શરમ જનક ઘટનાને પગલે વિવાદના વમળમાં ફ્સાઈ છે. ઐતિહાસિક આર્ટસ ફેકલ્ટીના રૂમ નંબર 31માં બે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બેફામ બની ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરી રહ્યાં હોવાના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. સરસ્વતીના ધામને રોમાન્સનું અડ્ડો બનાવનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે તંત્રએ માત્ર તપાસ સમિતિ રચીને ઔપચારિકતા દાખવી છે.MSUની આર્ટસ ફેકલ્ટીના પ્રથમ માળે આવેલા રૂમ નંબર31માં લેક્ચર પૂર્ણ થયા બાદ કે ખાલી સમયગાળા દરમિયાન બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થિનીઓ વિવિધ બેન્ચ પર બેસી નિર્લજ્જ હરકતો કરી રહ્યાં હતા. આ હરકતો મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવાઈ હતી. આશરે 27 સેકન્ડ અને 2 મિનિટની બે ક્લિપ્સ વાયરલ થતાં જ યુનિ.ની સુરક્ષા વ્યવસ્થાની પોલ છતી થઈ ગઈ છે. કેમ્પસમાં સિક્યોરિટી પાછળ લાખો રૂપિયા ફૂંકી મારવામાં આવતા હોવાછતાં તેમજ CCTVની નજર હેઠળ વર્ગખંડોમાં આવી વિકૃત પ્રવૃત્તિઓ ચાલતી રહે તે સત્તાધીશોની ઘોર નિષ્કાળજી છતી કરે છે. બીજી તરફ, આર્ટસ ફેકલ્ટીના ડીને તપાસ કમિટીની રચના કરી છે.
Vadodara: MSU આર્ટ્સ ફેકલ્ટીમાં યુવક-યુવતીઓના રોમાન્સના બે વીડિયો વાઇરલ થતાં વિવાદ
📅 Published: September 10, 2026 |
📂 Category: Baroda
