Vadodara: MSU: પ્રતિષ્ઠા-ઓછી ફી આકર્ષણનું કેન્દ્ર, પરંતુ સુવિધાઓમાં સુધારાની જરૂર

📅 Published: August 29, 2026 | 📂 Category: Baroda

એમ.એસ.યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રતિષ્ઠા, વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતા અને ઓછી ફી ગુજરાત સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને વડોદરા સુધી ખેંચી રહી છે. અહીં અભ્યાસ કરતા અંદાજે 25% વિદ્યાર્થીઓ વડોદરા અથવા ગુજરાત બહારના છે. આ વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીને શા માટે પસંદ કરે છે અને વડોદરા આવ્યા બાદ તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે તે જાણવા સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક્સ વિભાગના એમ.એસસી.ના વિદ્યાર્થીઓ દેવાંશી ઠાકર, અંકિત પુરી, શ્રુતિ ખારવા અને અમૃતા સુદાનીએ પ્રોફેસર દિપા કડપાલના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધર્યો હતો.

સર્વે દરમિયાન કુલ 380 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરાઇ હતી. જેમાં 295 વિદ્યાર્થીઓ વડોદરા સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જ્યારે 85 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાંથી MSUમાં અભ્યાસ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *