Vadodara News : દંડથી બચવાની યુક્તિ ભારે પડશે! ટ્રાફિક વિભાગ ACP ડી. એમ. વ્યાસ સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું…

📅 Published: November 26, 2026 | 📂 Category: Baroda

ગુજરાતના વડોદરા (Vadodara) શહેરમાં ટ્રાફિક નિયમો અને વાહનોની નંબર પ્લેટ (Number Plate) ને લઈને કરવામાં આવેલા રિયાલિટી ચેક (Reality Check) માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઈ-ચલણ (E-Challan) થી બચવા માટે કેટલાક વાહનચાલકો અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે, જેમાં નંબર પ્લેટ તોડી નાખવી, નંબર પ્લેટ પર ધાર્મિક ચૂંદડી (Religious Chunri) બાંધી દેવી અથવા નંબર પ્લેટ પરના અક્ષરો ઝાંખા કરી દેવા જેવા નુસખા જોવા મળી રહ્યા છે.

ટ્રાફિક વિભાગ ACP ડી. એમ. વ્યાસનું નિવેદન

આ સમગ્ર મામલે વડોદરા ટ્રાફિક વિભાગ (Traffic Department) ના ACP ડી. એમ. વ્યાસ (ACP D. M. Vyas) નું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા વાહનચાલકો આવા નુસખા કરતા હોય છે, જેના કારણે ઈ-ચલણ આપવામાં તકલીફ પડે છે અને ખાસ કરીને જ્યારે કોઈ ગુનો (Crime) બને છે ત્યારે આરોપીઓના વાહનના ડિટેક્શન (Detection) માં ઘણી વાર લાગે છે.

નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી

ACP ડી. એમ. વ્યાસે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ટ્રાફિક વિભાગ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી (Strict Action) કરવામાં આવે છે. સાથોસાથ તેમણે શહેરીજનોને ટ્રાફિક અને નંબર પ્લેટના નિયમો (Traffic Rules) નું પાલન કરવા અપીલ કરી છે, ત્યારે આગામી દિવસોમાં આવા વાહનચાલકો સામે પોલીસની ઝુંબેશ કેટલી અસરકારક રહે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Ahmedabad News : ફાયર સેફ્ટીમાં બેદરકારી નહીં ચાલે! સુવિધા યોગ્ય નહીં હોય તો મનપા કરશે કડક કાર્યવાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *