Vadodara News : "માતા-બહેનોની સુરક્ષા માટે ગરબા મેદાન પર નજર રાખીશું", બજરંગ દળ દ્વારા પોલીસ તંત્રને રજૂઆત

📅 Published: October 6, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ પૂર્વે બજરંગ દળ દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીની માંગ સાથે વિરોધનો સૂર બુલંદ કરવામાં આવ્યો છે. બજરંગ દળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈ વડોદરા પોલીસ કમિશનરને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે આવેદનપત્રમાં ગરબા ગ્રાઉન્ડ પર વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે આયોજકો અને પોલીસ તંત્ર દ્વારા કડક આદેશો જારી કરવા રજૂઆત કરી હતી.

“માતા-બહેનોને ફસાવવાનો કારસો”

પોલીસ કમિશનરને રજૂઆત કરતી વખતે બજરંગ દળના નેતાઓએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે પ્રાચીન અને અર્વાચીન ગરબા મહોત્સવ દરમિયાન વિધર્મીઓ ગરબા મેદાનમાં પ્રવેશ કરીને હિન્દુ માતા-બહેનોને ફસાવવાનું કામ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે તમામ ગરબા સ્થળો પર આયોજકો અને પોલીસ તંત્ર દ્વારા આધારકાર્ડ કે ઓળખપત્રોની કડક તપાસ કર્યા બાદ જ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

“કાર્યકરો નજર રાખશે, વિધર્મી દેખાશે તો અમારી સ્ટાઇલમાં જવાબ આપીશું”

બજરંગ દળે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ દરમિયાન તેમના કાર્યકરો શહેરના તમામ નાના-મોટા ગરબા મેદાન પર સતત નજર રાખશે. જો તપાસ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ પર કોઈ પણ વિધર્મી જોવા મળશે, તો બજરંગ દળ પોતાની સ્ટાઇલમાં યોગ્ય જવાબ આપશે. આ સાથે જ તેમણે પોલીસ તંત્રને વિનંતી કરી હતી કે આયોજકો સાથે મળીને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી કોઈ અપ્રિય બનાવ ન બને.

આ પણ વાંચો : Gandhinagar News : કોન્ટ્રાક્ટ મજૂરો માટે મોટા સમાચાર, લઘુતમ વેતનમાં મોટો વધારો, જાણો કેટલા રૂપિયા મળશે!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *