Vadodara News: યુનાઈટેડ વે અને VNFના ગરબામાં ખેલૈયાઓના મોબાઈલ ચોરાયા, સુરક્ષા સામે ભારે રોષ

📅 Published: October 12, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેર અને જિલ્લામાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિમાં ખેલૈયાઓ ચિંતા વગર મન મૂકીને ગરબે ઘૂમી શકે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ અને અવાવરુ સ્થળોએ પોલીસ ડ્રોન સર્વેલન્સ કરશે.નવ દિવસ સુરક્ષા કર્મચારીઓનો અભેદ બંદોબસ્ત ગોઠવાયો છે. તેવામાં ગરબા મહોત્સવમાં મોબાઈલની ચોરીની બૂમ પડતાં પોલીસની કામદગીરી સામે સવાલો ઉભા થયાં છે. શહેરના બે મોટા ગરબા આયોજનોમાં આ પ્રકારના બનાવો સામે આવ્યા છે. 

સક્રિય થયેલી ચોર ટોળકીએ એકસાથે 20 મોબાઈલ ચોર્યા

વડોદરામાં નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસથી જ ગરબા પ્રેમીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.શહેરના પ્રખ્યાત અને સુરક્ષિત ગણાતા યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓના મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.ગરબા રમવામાં મશગુલ ખેલૈયાઓની ભારે ભીડનો ગેરલાભ ઉઠાવીને અંદર સક્રિય થયેલી ચોર ટોળકીએ એકસાથે 20થી વધુ લોકોના મોંઘા મોબાઈલ ફોન ચોરી લીધા હતા.જેના કારણે ઉત્સાહમાં આવેલા યુવાનોમાં તંત્રની સુરક્ષા સામે ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી.ઘટના બન્યા બાદ પોતાના કિંમતી ફોન ગુમાવી ચૂકેલા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. 

ખેલૈયાઓ સીધા રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા 

બીજા બનાવમાં શહેરમાં VNF ગરબાના પહેલા જ નોરતે ગરબે ઘૂમતા અનેક ખેલૈયાઓના કિંમતી મોબાઈલ ફોન ચોરી થઈ જવાની ઘટના સામે આવતા આયોજકોની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે અને ભીડ વચ્ચે તસ્કરો બેખોફ હોવાથી રોષે ભરાયેલા ખેલૈયાઓ સીધા રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.જ્યાં ફરિયાદ નોંધાવવા માટે લાંબી કતારો લાગી હતી અને આયોજકો તથા સુરક્ષા તંત્રની બેદરકારી સામે ખેલૈયાઓમાં પ્રચંડ રોષ ફેલાયો હતો. શી ટીમ અને પોલીસના જડબેસલાક બંદોબસ્ત અને સીસીટીવીની આંખ હોવા છતાં આવા બનાવો સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: રોડ બનાવતા પહેલાં યુટિલિટી લાઇનનો સર્વે કરાશે, ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા તપાસાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *