વડોદરા શહેરના તાંદલજા – વાસણા રોડ પર આવેલો VMCની માલિકીનો 978 ચો.મીટરમાંથી 500 ચો.મીટરનો પ્લોટ પૂર્વ ક્રિકેટર અને સાંસદને મફતમાં અને બાકીનો 478 ચો.મીટર પ્લોટ પાણી ભાવે આપી દેવાના સરકારના નિર્ણયથી વિરોધનું વંટોળ ફૂંકાયું છે.આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવનાર છે.ત્યારે યુસુફ પઠાણે 14 વર્ષ સુધી કરેલા દબાણનું ભાડું વસૂલવા તથા ગેરબંધારણીય રીતે અપાતા પ્લોટની ફાળવણી રદ કરવાની માગણી સાથે ઈન્ચાર્જ સિટી એન્જિનિયરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ભારતના બંધારણના આર્ટીકલ 15નો ભંગ કરાયો
વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે,શહેરજનોની જમીનની ખરાત કરી માત્ર પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને લાભ કરાવવાની, અન્ય ખેલાડીઓ માટે ભેદભાવ રાખવાની, ગેરબંધારણીય, ગેરકાયદેસર દરખાસ્ત હોઈ તેને રદ કરવા અમારી માગણી છે. કેમ કે, દરખાસ્તમાં પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણી શકાશે નથી, તેવી શરત મૂકી છે. જેનો અર્થ અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય રમતવીરોને આ ઠરાવ અનુસંધાને પ્લોટ ફાળવવામાં આવશે નહીં. આમ, હિંદુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને અન્યાય કરતી દરખાસ્તને લઈ ભારતના બંધારણના આર્ટીકલ 15નો ભંગ કરાયો છે.ભારતના બંધારણમાં બક્ષેલા Right of Equityનો ભંગ કરી અન્યના દબાણો દૂર કર્યા અને યુસુફખાને VMCના પ્લોટ પર કરેલું દબાણ 14 વર્ષ રહેવા દીધું છે.
આ દબાણ દૂર કરવામાં તંત્રએ ભેદભાવ તો કર્યો જ છે
આ દબાણ દૂર કરવામાં તંત્રએ ભેદભાવ તો કર્યો જ છે પરંતુ દબાણકર્તા પાસેથી ભાડું પણ વસૂલ કર્યું નથી.વાસ્તવમાં મ્યુનિ.કોર્પોરેશનમાં ઠરાવ થયો છે કે,VMCની માલિકીના પ્લોટનો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ ચોરસ મીટર પ્રમાણે પ્રતિ દિવસના ન્યૂનતમ રૂ.15 લેખે વસૂલ કરવા.યુસુફ પઠાણને ફાળવવામાં આવનાર જમીન સામે મહેસૂલ વિભાગ કોર્પોરેશનને જમીન ફાળવી આપશે.પરંતુ VMCને અનુભવ છે કે,રાજ્ય સરકાર વર્ષોવર્ષ સુધી યોગ્ય જમીનો પણ ફાળવતી નથી.એવી પણ રજૂઆત કરાઈ છે કે, વડોદરા શહેરે અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરો આપ્યા છે.જેમાં ચાર ખેલાડીઓ અર્જુન એવોર્ડિ છે.તેમ છતાં તેમને પ્લોટ નહી અને યુસુફ પઠાણને પ્લોટ અપાઈ રહ્યો છે.
