Vadodara News: સાંસદ યુસુફ પઠાણને 500 ચો.મી જમીન મફતમાં અપાશે, જમીનની ભેટ સામે સ્થાનિકોમાં ભારે રોષ

📅 Published: October 21, 2026 | 📂 Category: Baroda

પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે TMC સાથે છેડો ફાડ્યા બાદ ગુજરાત સરકારનો અચાનક જ તેમના પર પ્રેમ ઉભરાયો છે.આ પ્રેમના ભેટ સ્વરૂપે પઠાણને તાંડલજા-વાસણા રોડ પર VMC હસ્તકની રૂ.20.53 કરોડની સોનાની લગડી સમાન 978 ચો.મી.માંથી 500 ચો.મીટર જમીન લ્હાણી કરવામાં આવશે.જેને લગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.ચોંકાવનારી વાત એ છે કે,500 ચો.મીટર જમીન યુસુફને મફતમાં આપ્યા બાદ બાકી રહેતી 478 ચો.મી.જમીન પણ તુર્તની કમિટીએ નક્કી કરેલી જમીનની કિંમતમાંથી 45 ટકા ઓછા દરે આપવાનો નિર્ણય લેવાયો છે.એટલે કે, કુલ રૂ. 20.53 કરોડની જમીનમાંથી રૂ. 10.50 કરોડની જમીન યુસુફને મફતમાં અપાશે અને બાકીની રૂ.10.30 કરોડની 478 ચો.મીટર જમીન પેટે માત્ર રૂ.5.51 કરોડ વસુલાશે.ટૂંકમાં આખી જમીન માત્ર રૂ.5.51 કરોડમાં જ યુસુફને અપાશે. 

યુસુફને પણ દશેરાએ જ ગિફ્ટમાં જમીન મળી 

એક સમયે સરકારે જ યુસુફ પઠાણની જમીન માંગણીની દરખાસ્ત ફગાવી દીધી હતી.આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ યુસુફ પઠાણને પણ હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ અરજી પરત ખેંચી હતી.આ બાબતે સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. યુસુફ પઠાણે ટીએમસી સાથે દગો કર્યા બાદ સરકારે તેને જમીનની લ્હાણી કરી છે. લોકોનું કહેવું છે કે, કોઈ પણ સેલિબ્રિટીને આ રીતે જમીન ભેટમાં ના અપાય. સામાન્ય ટેક્સ પેયર્સને કેમ આવા લાભ નથી મળતા. જ્યારે યુસુફ પઠાણ ટીએમસીમાં હતાં ત્યારે ભાજપ દ્વારા તેનો વિરોધ કરાતો હતો. હવે તે ભાજપ તરફી થયા તો કેસ બંધ થઈ ગયો અને ઉપરથી તેને કરોડોની જમીન ગિફ્ટમાં અપાતી થઈ ગઈ. આ વિભિષણને ગદ્દારીનું ઈનામ દશેરાએ મળ્યું છે. યુસુફને પણ દશેરાએ જ ગિફ્ટમાં જમીન મળી છે.  

યુસુફને જમીન આપવા મૂકેલી મુખ્ય શરતો

યુસુફ પઠાણને 500 ચો.મીટર જમીન ભેટ સ્વરૂપે રહેણાંક હેતુ માટે બાકીની 478 ચો.મીટર જમીન માર્ચ 2026માં વડોદરાની વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી થયેલી વેલ્યુએશનના 55 ટકા દરે વસુલ કરવી.જેને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણી શકાશે નહીં. VMC દ્વારા ફાળવણી કરવાથી થતી જમીનની કિંમત જેટલી જમીન મહેસૂલ વિભાગે મ્યુનિ.કોર્પોરેશનને ફાળવી આપવાની રહેશે. હરાજી સિવાય ખાસ કિસ્સામાં જમીન ફાળવવા બાબતે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે લીલીઝંડી આપી હતી.યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસના ચોગાનમાં મોટો મહિમા પછી ભાજપ સરકાર દ્વારા 500 ચો.મીટરના પ્લોટની લ્હાણી કરવાનો નિર્ણય લેવાયો છે.માહિતી મુજબ,યુસુફ સહિત 20 TMC સાંસદોએ બળવો કરી NCPIમાં જોડાઇને NDAને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Rajkot: લોધિકા સંઘમાં ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક અધ્ધરતાલ, ભાજપના આંતરિક જૂથવાદે કામગીરી ઠપ્પ કરી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *