Vaibhav Suryavanshએ ચેપોકમાં ફેન્સના જીત્યા દિલ, મેચ બાદ કર્યું આ કામ

📅 Published: September 7, 2026 | 📂 Category: cricket

દુલિપ ટ્રોફી 2026-27ની ફાઇનલના પ્રથમ દિવસે ચેન્નાઈનું એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ જાણે વૈભવ સૂર્યવંશીના રંગમાં રંગાઈ ગયું હતું.15 વર્ષના આ યુવા બેટરને જોવા માટે આશરે 12 હજાર દર્શકો ચેપોક પહોંચ્યા હતા.સમગ્ર દિવસ દરમિયાન સ્ટેડિયમમાં વૈભવના નામના નારા ગુંજતા રહ્યા હતા.વૈભવે પણ 37 બોલમાં 44 રનની ઝડપી ઇનિંગ રમીને ચાહકોનું મનોરંજન કર્યું હતું. જોકે, તેના આઉટ થયા બાદ ઘણા દર્શકો સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયા હતા.પરંતુ દિવસની રમત પૂરી થયા બાદ વૈભવે જે કર્યું તેનાથી તેણે ફરી એક વખત ચાહકોના દિલ જીતી લીધા.

ચેપોકમાં ફેન્સનો જમાડો

ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ જોવા માટે ચેપોકમાં સવારથી જ દર્શકોની ભીડ એકઠી થવા લાગી હતી.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાઇનલને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી ચેન્નાઈ ખસેડવાનો નિર્ણય કર્યો હતો.તેનો હેતુ વધુમાં વધુ ચાહકોને સ્ટેડિયમમાં આવીને મેચ જોવાની તક આપવાનો હતો.આ નિર્ણયની અસર મેચ શરૂ થાય તે પહેલાં જ જોવા મળી હતી.સવારે 9:30 વાગ્યા સુધીમાં C,D અને E બ્લોકના નીચલા સ્ટેન્ડ ભરાઈ ગયા હતા.દર્શકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશને વધુ 3 સ્ટેન્ડ ખોલવા પડ્યા હતા.ખાસ કરીને વૈભવને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ચેપોક પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં ઘણા દર્શકો ચેન્નાઈ સુપર કિંગ્સની પીળી જર્સીમાં પણ જોવા મળ્યા હતા.વૈભવે શરૂઆતમાં ઝડપી બોલરો સામે સાવચેતીથી બેટિંગ કરી હતી, પરંતુ થોડા સમય બાદ તેણે પોતાના શોટ્સ રમવાનું શરૂ કર્યું હતું.મોહમ્મદ સિરાજ સામે વૈભવે ખાસ આક્રમક બેટિંગ કરી હતી.સિરાજના એક ઓવરમાં તેણે 14 રન ફટકાર્યા હતા.વૈભવે અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને ઈસ્ટ ઝોનને 100 રનની ઓપનિંગ ભાગીદારી પણ અપાવી હતી.

શોર્ટ બોલ પર વૈભવ થયો આઉટ

સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ વૈભવ સામે પોતાની રણનીતિ બદલી હતી. તેને ડીપ મિડવિકેટ અને લોંગ લેગ તરફ મોટા શોટ રમવા માટે મજબૂર કરવાની યોજના બનાવવામાં આવી હતી.વૈભવ થોડા સમય સુધી આ જાળમાંથી બચતો રહ્યો,પરંતુ ચામા મિલિન્દની શોર્ટ બોલ પર તેની ઇનિંગનો અંત આવ્યો.વૈભવે આ બોલ પર પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ બોલ બેટના ઉપરના ભાગે વાગ્યો અને ડીપ મિડવિકેટ તરફ ગયો.ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા તનય ત્યાગરાજને કેચ પકડી લીધો હતો.વૈભવે 37 બોલમાં 44 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.વૈભવ આઉટ થતાં જ કેટલાક દર્શકો સ્ટેડિયમ છોડીને બહાર નીકળવા લાગ્યા હતા. આમાંથી ઘણા ચાહકો ખાસ કરીને 15 વર્ષના આ યુવા બેટરને જોવા માટે ચેપોક આવ્યા હતા.

વૈભવે  દર્શકોને નિરાશ કર્યા

પરંતુ દિવસની રમત પૂરી થયા બાદ વૈભવે આ ચાહકોને નિરાશ કર્યા નહોતા.સાંજે લગભગ 5:03 વાગ્યે ખેલાડીઓ પેવેલિયન તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે વૈભવ થોડો સમય મેદાન પર રોકાયો હતો.ત્યારબાદ તે એ સ્ટેન્ડ તરફ ગયો હતો જ્યાંથી આખો દિવસ તેના નામના નારા લગાવવામાં આવી રહ્યા હતા.બાઉન્ડ્રીની બીજી તરફ ઉભેલા ચાહકોએ કેપ,નોટબુક,કાગળ અને જર્સી વૈભવ તરફ આગળ કરી હતી.વૈભવે પણ કોઈ ઉતાવળ કર્યા વગર એક પછી એક ચાહકોને ઓટોગ્રાફ આપ્યા હતા.તેના આ સરળ અને પ્રેમાળ અંદાજે ચેપોકમાં હાજર ચાહકોનું દિલ જીતી લીધું હતું.મેદાન પર પોતાની બેટિંગથી અને મેદાનની બહાર પોતાના વર્તનથી વૈભવે ફરી સાબિત કર્યું કે તેની લોકપ્રિયતા માત્ર તેના ક્રિકેટને કારણે જ નથી,પરંતુ તેના સ્વભાવને કારણે પણ છે.

આ પણ વાંચો-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *